:: તા..૧૨.૦૩.૨૦૨૫ ::
લોકરક્ષક કેડર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટેઅહીં કલીક કરો......
૨/- ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી રોલનંબર મુજબ મુકવામાં આવેલ છે.
૩/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.
૪/- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
૫/- સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
૬/- જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૧૭/૦૩/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૧૭/૦૩/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
બિન હથિયારી પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટી પરીણામ બાબત
તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
૨/- નીચે જણાવેલ ઉમેદવારોનો નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશનુસાર શારીરિક માપ કસોટીની પુનઃ માપણીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉતીર્ણ થતા તેઓનો આ પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sr.No. | Roll No. | Name of candidate | Gender | Ex-service man | Net Time |
1 | 10114276 | KINJAL MAHENDRABHAI MAKWANA | FEMALE | - | 00:08:33 |
2 | 10126504 | KOMALBEN DINESHKUMAR PARMAR | FEMALE | - | 00:09:14 |
3 | 10331715 | RAHUL PRAVINBHAI PARMAR | MALE | - | 00:25:00 |
4 | 10123313 | GAYATRIBEN UPENDRAKUMAR THAKOR | FEMALE | - | 00:08:26 |
5 | 10386976 | KISHANSINH CHANDUJI CHAVDA | MALE | - | 00:24:21 |
3/- સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
Post a Comment
0 Comments